સામગ્રી - 500 ગ્રામ બોનલેસ ચિકન, 1 ચમચી લવિંગ, ઈલાયચી અને તજનો પાવડર કે ગરમ મસાલો, દોઢ ચમચી લસણનુ પેસ્ટ, દોઢ ચમચી આદુનુ પેસ્ટ, 2 ચમચી લાલ મરચાંનો પાવડર, 1 ઈંડુ, 4 ટીપા ખાવાનો લાલ રંગ, 2 કપ દહી, 12 લીલા મરચા, 2 ચમચી મેંદો, 2 ચમચી મકાઈનો લોટ, 3 ચમચી લીંબૂનો રસ, વનસ્પતિ તેલ તળવા માટે, સ્વાદ મુજબ મીઠુ, સ્લાઈસમાં કાપેલી ડુંગળી સજાવવા માટે. બનાવવાની રીત - એક બાઉલમાં મકાઈનો લોટ, મેદો, લસણ અને આદુનુ પેસ્ટ, મરચાનો પાવડર, ઈંડુ, લવિંગ, ઈલાયચી અને તજ પાવડર કે ગરમ મસાલો અને મીઠુ નાખો અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. જરૂર હોય તો તેમા પાણી નાખી દો. હવે તેમા ચિકનના ટુકડા નાખો અને તેને એક કલાક સુધી મૂકી દો. હવે તેને તેલમાં ગોલ્ડન થતા સુધી તળો. એક વાસણમાં 4 ચમચી તેલ ગરમ કરો, તેમા તળેલા ચિકનના ટુકડા, લીલા મરચા, દહી, લાલ રંગ અને મીઠુ નાખો. 5 મિનિટ સુધી ફ્રાય કરો અને ઉતારી લો. હવે તેમા લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરો અને ડુંગળીની સ્લાઈસની સાથે પીરસો. |