સામગ્રી - સવા કપ નારિયળ(છીણેલુ) 1 ઈંડુ ફેટેલુ, અડધો કપ દળેલી ખાંડ, અડધો કપ ઝીણી સમારેલી ખજૂર અથવા ખારેક, અડધો કપ અખરોટ, અડધી ચમચી વેનીલા અર્ક, ચપટી ભરીને મીઠુ.
બનાવવાની રીત - ખજૂર અખરોટ, ખાંડ, નારિયળ અને મીઠુ સારી રીતે ભેળવી મિશ્રણ તૈયાર કરી લો. ઈંડામાં વેનીલા એસેંસ નાખી સારી રીતે ફેટો અને મિશ્રણમાં ભેળવી લો.
હવે આને ચમચીથી બેકિંગ શીટમાં નાખો જેના પર તેલ લાગેલુ હોય.
350 ડિગ્રે ફેરેનહાઈટ પર 15 મિનિટ સુધી બેક કરો. હવે તેને એક સાથે બેકિંગ શીટમાંથી કાઢો. ઠંડુ કરીને પીરસો.
|