સામગ્રી - 6 ચિકન બ્રેસ્ટ, 50 ગ્રામ શિમલા મરચા, 60 ગ્રામ મશરૂમ, 60 ગ્રામ ડુંગળી, 1 લસણની ગાંઠ(સમારેલી), 1 નાની ચમચી મીઠુ, 1/2 નાની ચમચી સફેદ મરચાનો પાવડર, 300 મિલીલીટર ટોમેટો સોસ, 50 મિલીલીટર ઓલિવ ઓઈલ.
બનાવવાની રીત - સૌ પ્રથમ ચિકનની બંને બાજુ મીઠુ અને મરચુ ભભરાવો અને 30 મિનિટ સુધી જુદુ મૂકી દો. શિમલા મરચાને ધોઈને કાપીને તેના બીજા કાઢી લો. ડુંગળીને છોલી લો. મશરૂમને ધોઈને સ્લાઈસોમાં કાપો, કડાહીમાં તેલ ગરમ કરો અને ચિકન નાખીને બંને બાજુથી સોનેરી રંગ થઈ જવા સુધી ગ્રિલ કરી લો અને કાઢીને જુદા મૂકો.
ઓલિવ ઓઈલ ગરમ કર અને કાપેલુ લસણ નાખીને તળો. ભૂરો રંગ આવવા દો. કાપેલી ડુંગળી, શિમલા મરચુ અને મશરૂમ નાખીને 2-3 મિનિટ સુધી હલાવો. ટોમેટો સોસ અને ચિકન નાખો અને ધીમા તાપ પર ચિકનને થતા સુધી બાફો. ડિશમાં નાખો અને ગરમા-ગરમ પીરસો.
|