સામગ્રી - 500 ગ્રામ મટન, ઝીણુ સમારેલુ લસણની કળી, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 કપ દહી, 2 તમાલપત્ર, 1 કપ સરસોનુ તેલ, બે ચમચી આદુનુ પેસ્ટ, સ્વાદ મુજબ મીઠુ. બનાવવાની રીત - દહીંને ફેટીને એકરસ કરી લો. એક ચમચી તેલમાં હળદર, મીઠુ અને દહી મિક્સ કરી મટનના ટુકડાને આ મિશ્રણમાં લપેટીને 2 કલાક સુધી રાખો. કડાહીમાં બાકી બચેલુ તેલ ગરમ કરો અને લસણ, આદુનુ પેસ્ટ અને તમાલપત્રને થોડીવાર ફ્રાય કરો. હવે આમા મટનના ટુકડા નાખો અને તાપ ધીમો કરી દો. મટનને લગભગ અડધો કલાક સુધી બફાવો દો. હવે એમા ગરમ મસાલો નાખો અને સારી રીતે હલાવો. જ્યારે મટન બફાય જાય અને કોરુ પડી જાય ત્યારે ઉતારી લો. સ્પાઈસી ડ્રાય મટન તૈયાર છે. |