સામગ્રી - 450 ગ્રામ બોનલેસ સ્કિંડ ચિકન, 2 ચમચી ટામેટાનુ પેસ્ટ, 2 ચમચી લીંબૂનો રસ, 2 ચમચી ધાણાજીરુ, 2 ચમચી કઢી લીમડાનો પાવડર, 1 ચમચી લીલા મરચાંનુ પેસ્ટ, 2 કપ દહીં, 4 ઝીણી સમારેલુ લસણ, 1 ઈંચ આદુ ઝીણો સમારેલો, 2 ચમચી જીરુ, 3 ચમચી માખણ. બનાવવાની રીત - ટામેટાનુ પેસ્ટ, લીંબૂનો રસ, ઘાણા જીરુ, કઢી લીમડાનો પાવડર, લીલા મરચાનું પેસ્ટ, દહીં, લસણ આદુ, જીરુ, માખણને એક બાઉલમાં મિક્સ કરો તેને એક રાત ફ્રિજમાં મૂકો. હવે તેમા ચિકનના ટુકડા નાખો અને 4 કલાક સુધી ફ્રિજમાં મૂકી દો. 350 ડિગ્રી ફેરેનહાઈટ પર ઓવન ગરમ કરો અને ચિકનને રૂમના તાપમાન પર લાવી અડધો કલાક માટે પાણીમાં પલાળી મૂકો. પછી તેને કાઢી બેકિંગ ટ્રે માં 25થી 35 મિનિટ સુધી બેક કરીને ચિકન પર માખણ લગાવી પીરસો. |