મીટ કબાબ

સામગ્રી - 200 ગ્રામ મટન, અડધો ચમચી આદુ, 5 લસણની કળી, 1 મોટી ડુંગળી, 1 ચમચી ધાણાજીરું, 5 ચમચી લાલ મરચુ, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરા પાવડર, 6 લવિંગ, સ્વાદ મુજબ મીઠુ. બનાવવાની રીત - મટનને ધોઈ લો અને ટુકડામાં કાપી લો. લસણ, આદુ, ડુંગળી, જીરુ, હળદર, લાલ મરચાંનો પાવડર અને દહીંને મિક્સરમાં વાટી લો. હવે મીટના ટુકડાને આ મિશ્રણમાં મિક્સ કરી એક કલાક માટે રહેવા દો. હવે મીટને સ્ટિકમાં નાખી ગ્રિલ કરો અને ડુંગળીની સાથે ગરમા-ગરમ પીરસો.