માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » માંસાહારી » ચિકન પાસ્તા
 

N.D
સામગ્રી - 500 ગ્રામ સ્કિનલેસ, બોનલેસ ચિકન, 250 ગ્રામ પાસ્તા, 2 ચમચી કાજૂની કતરન, 4 શિમલા મરચા, 2 વાડકી બટર, 4 ફ્રેશ મશરૂમ કાપેલા, 1 કપ ક્રીમ, પા ચમચી ધાણાજીરુ, 1 ડુંગળી, પા ચમચી આમચૂર , પા ચમચી કાળા મરી અને લાલ મરચાનો પાવડર, 1 ચમચી આદુ-લસણનુ પેસ્ટ, પા ચમચી છીણેલુ પનીર.

બનાવવાની રીત - પાણીને મીઠુ નાખી ઉકાળો અને પછી તેમા પાસ્તા નાખીને 8 થી 10 મિનિટ સુધી બાફો. હવે પાણી કાઢી લો. ચિકનમાં બધા મસાલા નાખીને મિક્સ કરી લો અને ઠંડા થતા સુધી ફ્રિજમાં મૂકો. પછી ચિકનને બટરમાં 5 થી 7 મિનિટ સુધી ફ્રાય કરો.

હવે તેમા શિમલા મરચુ, ડુંગળી અને મશરૂમ મિક્સ કરી દો અને ધીમા તાપે 2 થી 3 મિનિટ વધુ ફ્રાય કરો. હવે તેમા ક્રીમ, ધાણાજીરુ, મીઠુ, આદુ-લસણનું પેસ્ટ, કાળા મરીનો પાવડર, આમચૂર નાખો અને સારી રીતે મિક્સ કરી લો. છેવટે બાફેલા પાસ્તા નાખો. હવે પનીરથી સજાવીને પીરસો.
સંબંધિત જાણકારી શોધો