મસાલેદાર ગ્રીન ફિશ

સામગ્રી - 500 ગ્રામ બોનલેસ માછલી, 1 સમારેલુ ટામેટુ, 1 આદુનો ટુકડો, 4-5 લસણની કળી, 5-6 સમારેલા લીલા મરચા, 1 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, 2 કપ પાલક, 1/2 ચમચી ધાના જીરુ 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી લીંબૂનો રસ, થોડીક હિંગ, મીઠુ સ્વાદમુજબ, એક મોટી ચમચી તેલ અને ઝીણા સમારેલા ધાણા. બનાવવાની રીત - માછલીને સારી રીતે ધોઈને નાના-નાના ટુકડામાં કાપી લો. એક બાઉલમાં લીંબૂનો રસ, હળદર પાવડર, અને મીઠુ લઈને માછલીના ટુકડા નાખો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને 1 કલાક સુધી મૂકી રાખો. પાલકને ધોઈને કાપી લો. લસણ-ડુંગરીનુ પેસ્ટ તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરીને હિંગ, પેસ્ટ અને લીલા મરચા નાખીને થવા દો. હવે ડુંગળી નાખીને થોડુ સેકો. તેમા સમારેલા ટામેટા અને પાલક નાખીને 2-3 મિનિટ સુધી થવા દો. હવે તેમા ગરમ મસાલો, ધાણાજીરુ નાખીને થોડી વાર ચલાવો. પાણી નાખીને 5-7 મિનિત સુધી થવા દો. માછલીના ટુકડા અને મીઠુ નાખીને થોડી વાર થવા દો. લીલા ધાણા ભભરાવી ભાત સાથે ગરમા ગરમ પીરસો.