સામગ્રી - અડધો કપ રવો, 2 કપ માવો, અડધો કપ કાપેલી બદામ અને પિસ્તા, 2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, દોઢ કપ ખાંડ, 3/4 કપ ઘી, લીંબૂના રસના સાત આઠ ટીપા, કેસર.
વિધિ - ઘી નાખીને રવાને આછો ગુલાબી રંગનો સેકી લો. હવે તેમાં માવો નાખીને 2-3 મિનિટ વધુ સેકો.
હવે ગેસ પરથી ઉતારી ઠંડો કરો. એક વાસણમાં ખાંડ અને જરૂર મુજબ પાણી લઈને ગરમ કરવા મૂકો, તેમાં થોડાક લીબૂના ટીપા નાખીને મેલ કાઢી લો. હવે ખાંડની બે તારની ચાસણી બનાવો. ઠંડુ થયા પછી રવો, માવો અને ઈલાયચીવાળુ મિશ્રણ ભેળવી દો અને લાડુ બાંધી લો.
|