મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સુકામેવાનો શીરો.

10 વ્યક્તિઓ માટે
N.D

સામગ્રી : 250 ગ્રામ બદામ, 250 ગ્રામ પિસ્તા, 250 ગ્રામ સુકી મલાઈ, 125 ગ્રામ માવો, 450 ગ્રામ ખાંડ, 3 ગ્રામ કેસર, 10 ગ્રામ નાની ઈલાયચી, 3 મોટી ચમચી ગુલાબજળ, 125 ગ્રામ દેશી ઘી.

વિધિ : મલાઈને પાતળી લાંબી કાપી લો. માવાને હાથથી દબાવીને મોટી ચારણી વડે ચાળી લો. બદામ 8 કલાક પલાળીને છોલીને ધોઈ વાટી લો. વાટતી વખતે પાણી બધુ નિતારી લો, અને વાટતી વખતે પાણી ન નાખો.

પિસ્તાને પણ આવી જ રીતે છોલીને વાટી લો. ઘી માં બદામને ધીમી ગેસ પર સેકો, જ્યારે પાણી સૂકાય જાય ત્યારે તેમાં પિસ્તા નાખીને સેકો. જ્યાં સુધી સેકવાની સુંગંઘ ન આવે ત્યાં સુધી સેકો. હવે તેમાં માવો નાખીને 4-5 મિનિટ વધુ સેકો.

પછી મલાઈ નાખીને 4-5 મિનિટ સેકો, જ્યારે સુગંધ આવે ત્યારે કે સુકાય જાય ત્યારે ઉતારીને તેમાં ઈલાયચીનો પાવડર, ગુલાબજળમાં ઓગાળેલી કેસર ભેળવી દો. ખાંડની બે તારની ચારણી બનાવી લો, તેમા મેવા નાખીને પરોસો.

નોંધ - આ શીરો એક દિવસ પહેલા પણ બનાવી શકાય છે.
ઘણું બધુ
સફેદ લાડુ
કોપરાની બરફી
આવી રીતે બનશે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ
રસીલા સમોસા
દહીં-સ્ટ્રોબેરી આઈસક્રીમ
સૂરતી ઘારી