સામગ્રી : સફરજન 2, ઠંડુ દૂધ 2 ગ્લાસ, ખાંડ એક મોટી ચમચી, ઈલાયચી પાવડર અડધી ચમચી, છીણેલુ સફરજન. બરફનો ભૂકો જરૂર મુજબ.
વિધિ - છીણેલા સફરજનને એક પ્લેટમાં ફેલાવીને ફ્રીજરમાં મૂકી દો. બાકીના સફરજનના છોલટા કાઢીને તેના ટુકડા કરીને મિક્સરમાં નાખો. ખાંડ અને દૂધ નાખીને શેક બનાવો. કાંચના ગ્લાસમાં પહેલા બરફનો ભૂકો નાખો. ઉપરથી સફરજન શેક નાખો. ઉપરથી છીણેલુ સફરજન ભભરાવો, ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો.
|