મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચન્દ્રકલા  Search similar articles

N.D
સામગ્રી - 200 ગ્રામ મેંદો, 250 ગ્રામ માવો, 1 કિલો ખાંડ, 20 ગ્રામ સાકર, 8-10 બદામ, 15-20 પિસ્તા, 4-5 નાની ઈલાયચી, 1/4 ચમચી કેસર, 2 ચાંદીના વરખ, દોઢ મોટી ચમચી તળેળા માટે ઘી.

વિધિ - બદામ-પિસ્તા છોલીને ઝીણા કાપી લો. કેશર ખૂબ ઝીણી કાપી લો. ઈલાયચીનો ચૂરો કરી લો. કેસર એકદમ ઝીણી ચૂરી લો. સાકરને ચણાની દાળ જેવા બારીક ટુકડા કરી લો. માવો મસળી લો. તેમા મેવો, સાકર ઈલાયચી અને કેસર ભેળવી લો. તેના 8 ભાગ કરી લો.

મેંદામાં ઘી નુ મોણ નાખી કડક ગૂંથી લો. આની 16 લોઈ બનાવી લો. દરેક લોઈને 3 ઈંચ ગોળ પાતળી વણી લો. એક પૂરી પર 1 ભાગ મસાલો મૂકીને બીજી પૂરીથી ઢાંકી લો. કિનારાઓને આંગળીથી વાળીને ડીઝાઈન બનાવી લો.

ખાંડની એક તારી ચાસણી બનાવી લો. ઘી ગરમ કરી ધીમા ગેસ પર ગુલાબી રંગની તળી લો અને કઢીઈમાંથી કાઢીને તરત ગરમ ચાસણીમાં નાખો. પલટાવીને પલટાવીને 15-20 મિનિટ ચાસાણીમાં મૂકી રાખો. કાઢીને વરખ લગાવી દો.
ઘણું બધુ
ઓરેંજ ઠંડાઈ
બનાના કર્ડ વિથ કોકો
દિલ ખુસાર
ગુલાબ શેક
સફરજન ડ્રીમ શેક
સુકામેવાનો શીરો.