મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > મિઠાઈ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બટાકાનો શીરો  Search similar articles

સામગ્રી - 250 ગ્રામ બટાકા, 1 વાડકી ખાંડ, એક મોટી ચમચી ઘી, 1/2 ચમચી ઈલાયચીનો ભૂકો, 4-5 કાજૂ, બદામ બારીક વાટેલી, 8-10 કિશમિશ.
N.D

વિધિ - સૌ પહેલા બટાકાને બાફીને છોલી લો. હવે તેને ચમચીથી મસળી લો. હવે બટાકાને એક કડાહેમાં એક ચમચી ઘી નાખીને ગુલાબી થતા સુધી ધીમા ગેસ પર સેકી લો.

ત્યારબાદ ખાંડ નાખીને 10-15 મિનિટ સુધી થવા દો. આ શીરાને સતત હલાવતા રહો તેથી ખાંડ નીચે ચોટે નહી. હવે કતરેલી બદામ, કાજૂ અને ઈલાયચીનો ભૂકો તેમજ કિશમિશ નાખી દો. લો તૈયાર છે, પૌષ્ટિકતાથી ભરપૂર બટાકાનો શીરો, જેને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો. આને ગરમા ગરમ સર્વ કરો.
ઘણું બધુ
ડ્રાયફ્રૂટ-સેવઈઓની ખીર
ચન્દ્રકલા
ઓરેંજ ઠંડાઈ
બનાના કર્ડ વિથ કોકો
દિલ ખુસાર
ગુલાબ શેક