સામગ્રી - 500 ગ્રામ પાકી કેરી, 500 ગ્રામ બેસન, ઘી 500ગ ગ્રામ, 1 કિલો ખાંડ, ચપટી કેસર અને ઈલાયચી, કતરેલા સૂકા મેવા. બનાવવાની રીત - કેરીને છોલીને ટુકડા કરીને મિક્સરમાં રસ બનાવી લો. જેમા બેસન અને કેસર નાખીને ભજિયાના ખીરા જેવુ મિશ્રણ બનાવી લો. ખાંડની બે તારની ચાસણી બનાવી લો. કઢાઈમાં ઘી ગરમ કરો, ગરમ થાય કે કાણાવાળી ચારણીને કઢાઈ પર મુકી વાડકીથી ખીરુ વાડકીથી જ ફેલાવી દો. નીચે બૂંદી પડતી જશે. બૂંદીને ઘી માંથી નિતારી, ચાસણીમાં નાખો. 15-20 મિનિટ પછી ચાસણીમાંથી કાઢીને તેમા ઈલાયચી પાવડર અને કતરેલા મેવા નાખીને સર્વ કરો. |