સામગ્રી - 2 લીટર દૂધ, 300 ગ્રામ દૂધી, 200 ગ્રામ ખાંડ, એક કપ કતરેલા કાજૂ,બદામ, પિસ્તા, સાકરિયા, કિશમિશ, ઈલાયચી પાવડર, થોડી દૂધમાં પલાળેલી કેસર, ગુલાબ જળ, એક કપ નારિયળનુ છીણ. બનાવવાની રીત - દૂધને ઉકાળવા મૂકો, અડધુ રહી જાય ત્યારે ખાંડ મિક્સ કરો અને હલાવતા રહો. દૂધીને ઘોઈ-છોલીને છીણી લો. બીજા કાઢી નાખો, છીણને 15 મિનિટ સુધી ચૂનાના પાણીમાં ડૂબાવી મૂકો. છીણને પાણીમાંથી કાઢી સાદા પાણીથી ધોઈ નાખો. ઉકળતા દૂધમાં છીણ નાખી દો. ઘટ્ટ થાય ત્યારે માવાની જેમ મસળીને મિશ્રણને એકસાર કરી લો. ઠરવા માંડે ત્યારે ઉતારો અને ઈલાયચી પાવડર મિક્સ કરો. થોડુ ઠંડુ થાય ત્યારે લાડુ બનાવો. આને નારિયળના છીણમાં લપેટી મેવાની કતરન પર ફેરવી દો, જેથી મિશ્રણ તેના પર ચોટી જાય. હવે દરેક પીસ પર કેસરની એક એક બિંદી લગાવી ગુલાબજળ છાંટો અને સર્વ કરો. |