સામગ્રી - 1 પાણીવાળુ નારિયળ, 1 લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, 50 ગ્રામ કોપરાનુ છીણ, 1 ચપટી કેસર અને ઈલાયચી પાવડર. બનાવવાની રીત - નારિયળને ફોડીને 4-5 કલાક પાણીમાં પલાળી દો, પછી તેના છાલટા કાઢીને છીણી લો અને મિક્સરમાં ઝીણુ કરી લો. દૂધને કઢાઈમાં ઉકાળવા મૂકો અને તેમા નારિયળનુ પેસ્ટ મિક્સ કરો. તેને ત્યાં સુધી ઉકાળતા રહો જ્યા સુધી કે આ માવા જેવુ ન થઈ જાય. તેમા ખાંડ, કેસર અને ઈલાયચી પાવડર નાખી દો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય ત્યારે તેના નાના ઈંડા આકારના ચમચમ બનાવી લો તેને કોપરાના છીણમાં રગદોળી સર્વ કરો. |