સામગ્રી - પાકેલા કેરીનો ગુદો 1 વાડકી, દોઢ વાડકી ખાંડ, 1 વાડકી દૂધ, થોડી દળેલી ખાંડ, ઈલાયચી પાવડર. બનાવવાનીર રીત - કેરીનો ગૂદો અને દૂધ, ખાંડ માઈક્રોવેવ્માં 12 મિનિટ સુધી રાખો. પછી બહાર કાઢીને સારી રીતે મિક્સ કરી ફરીથી 5 મિનિટ માઈક્રોવેવમાં મૂકો. પછી બહાર કાઢીને તેને હલાવી ત્રણ ટી સ્પૂન દળેલી ખાંડ મિક્સ કરો અને ઈલાયચી પાવડર નાખીને ઘી લાગેલી થાળીમાં ઠરવા માટે મૂકી દો. ઉપરથી ચાંદીની વરખ ચિપકાવી દો. લો તમારી મેંગો બરફી તૈયાર છે. |