સામગ્રી - 100 ગ્રામ પનીર, 100 ગ્રામ માવો, 1/2 પ્યાલો દળેલી ખાંડ, 5-6 ઈલાયચી, થોડુ કેસર, 10-12 પિસ્તા, 1 વાડકી તાજી મલાઈ. બનાવવાની રીત - માવાને કઢાઈમાં સેકી લો. ઠંડો કરીને મસળી લો. પનીર પણ મસળી લો. માવો, પનીર, દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર હાથથી સારી રીતે મસળી લો. મોટા લીંબૂ બરાબર મિશ્રણ લો. કપ બનાવી લો. વચ્ચે મલાઈ ભરો. પિસ્તા અને કેસરથી સજાવી પીરસો. |