સામગ્રી - 2 કેસર કેરી, 1/2 કપ ખાંડ, 1/2 કપ સંતરાનો રસ, બરફના ક્યૂબ્સ જરૂર મુજબ, 1 બોટલ લેમોનેડ. બનાવવાની રીત - સૌ પ્રથમ કેરી છોલીને કાપો. મિક્સરમાં કાપેલી કેરી અને ખાંડ મિક્સ કરી વાટો. હવે તૈયાર કેરીની પ્યુરીમાં સંતરાનો રસ નાખી મિક્સ કરો. આ મિશ્રણ ગ્લાસમાં બરાબર માત્રામાં ભરો. ઉપરથી લેમોનેડ નાખી ગ્લાસ પૂરો ભરી દો. બરફના ક્યૂબ નાખી ઠંડુ ઠંડુ મેંગો મેજીક રજૂ સર્વ કરો. |