બેસનના લો કેલોરી લાડુ

સામગ્રી - 1 કપ કકરો બેસનનો લોટ, 4-5 મોટી ચમચી ઘી, દળેલી ખાંડ એક કપ, 1 ચમચી વાટેલી ઈલાયચી, ડ્રાયફ્રૂટ્સ અંદાજે, ચાંદીની વરક.બનાવવાની રીત - 1 કપ કકરા બેસનને સેકો, એટલેકે બે મિનિટ માઈક્રો કરો.. હવે 4-5 ચમચી ઘી નાખો અને સતત ચલાવતા રહો, બેસન જ્યા સુધી એ સોનેરી રંગનુ ન થઈ જાય. ત્યં સુધી સેકો. બેસન બળે નહી તેનુ ધ્યાન રાખજો. તેને 7-8 મિનિટ માઈક્રો કરો. બેસન બહાર કાઢી ઠંડુ કરો. ઘી અને ખાંડ તમે ઓછુ વત્તા કરી શકો છો. હવે દળેલી ખાંડ એક કપ, 1 ચમચી દળેલી ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ નાખીને વચ્ચે બાઉલમા નાખી હલાવતા રહો. જ્યારે ઠંડુ થાય ત્યારે તેના નાના-નાના લાડુ બનાવી લો અને ચાંદીની વરક લગાવી સર્વ કરો. નોટ - માઈક્રોવેવનો ઉપયોગ તમે માત્ર બેસન સેકવા માટે જ કરો. બાકી બધી વિધિ બેસનને બહાર કાઢીને કરો.