ચોકલેટ બરફી

સામગ્રી - 300 ગ્રામ માવો, 15 મિગ્રા ઘી, 50 ગ્રામ ચોકલેટ પટ્ટી, 125 ગ્રામ ખાંડ. બનાવવાની રીત - માવાને મસળી લો. ચોકલેટનો પણ ચૂરો કરી લો. એક ભારે તળિયાવાળી કઢાઈમાં માવો અને ખાંડ મિક્સ કરીને શેકો. તાપ બિલકુલ ઓછો રાખો. જ્યારે ખાંડ સારી રીતે માવામાં મિક્સ થઈ જાય અને માવો સેકાઈ જાય તો થોડી ચોકલેટ બચાવી બાકી બધી માવામાં મિક્સ કરી દો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને પાથરી દો. મનપસંદ આકારમાં કાપી લો. ચોકલેટ બરફીમાં ઝીણા કાપેલા ડ્રાયફ્રુટ્સ પણ નાખી શકો છો.