ફરાળી દૂધીનો હલવો

સામગ્રી - 2 કપ છીણેલી દૂધી, અડધો કપ દૂધ, 1 નાની ચમચી ઘી, અડધો કપ ખાંડ, પા કપ ફ્રેશ મલાઈ, 2-3 ક ચમચી મિલ્ક પાવડર, ડ્રાયફૂટ્સની કતરન પા કપ. બનાવવાની રીત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20-25 સેકંડ ખાલી ચલાવી થોડુ ગરમ કરો. પછી ગ્લાસ બાઉલમા છીણેલી દૂધી અને ખાંડને દૂધમાં ઓગાળી આ દૂધ મિક્સ કરીને તેને 5-7 મિનિટ માઈક્રો કરો. હવે બાઉલમાં નાખીને ફરી 5 મિનિટ સુધી ઢાંકી માઈક્રો કરી લો. થોડી થોડી વારે ઓવનનુ ઢાંકણુ ખોલીને મિશ્રણને હલાવો. હવે મિલ્ક પાવડર નાખો અને ડ્રાયફૂટ્સથી સજાવીને દૂધીનો હલવો સર્વ કરો.