સામગ્રી - ૨પ૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી વાટેલાં આદુ, મરચાં અને લસણ, મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી હળદર, ચપટી હિંગ, અડધી ચમચી લાલ મરચું, મીઠો લીમડો, તળવાં માટે તેલ.
રીત - બે ચમચી ચણાના લોટ ને અલગ રાખી, બાકીનાં લોટમાં મીઠું, લાલ મરચુ નાખીને તેનું મિડિયમ ખીરું તૈયાર કરો, આ ખીરાનાં ગોટા ઉતારી લો, દહીં ને સારી રીતે વલોવી ને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી ને તેમાં વાટેલા આદું મરચા અને લસણ તથા વધેલો ચણાનો લોટ નાખી દો. બે ચમચી તેલ ગરમ કરવા મુકો, તેમાં હિંગ, જીરૂ, મીઠો લીમડો નાખીને થોડીવાર સાંતળો , ગુલાબી રંગ થાય કે તરતજ દહીં નું મિશ્રણ નાખીને થોડા સમય ઉકળવા દો. તેમા તળેલા ગોટા નાખી બે મિનિટ ગેસ પર રહેવા દો. લીલા ધાણા નાખી ને ગરમા ગરમ સર્વ કરો.
|