સામગ્રી : પ થી ૬ નંગ લીલા મરચાં, ૧૦૦ ગ્રામ લીલા ધાણા, ૨પ ગ્રામ સીંગદાણા, એક ચમચી લીંબુનો રસ.
રીત - મરચાંને બારીક કાપી લો, ધાણાને સાફ કરી ઝીણાં સમારી લો, સીંગદાણા ને શેકી ને તેના ફોતરા ઉતારીને સાફ કરો. આ બધાં ને ભેગા કરી તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને મિક્સર માં વાટી લો. તેમાં લીંબુ નો રસ અને એક ચમચી ગરમ તેલ નાખીને થેપલા કે ઢોકળા સાથે સર્વ કરો.
|