સામગ્રી - ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી લસણની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ, એક ચમચી જીરૂ, એક ચમચી લાલ મરચાનો પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર બારીક સમારેલી. તેલ.
રીત - ચણાના લોટમાં પાણી નાખી પુડલા માટેનું ખીરૂ તૈયાર કરો. તેમાં અન્ય સામગ્રી નાખી બરોબર ભેળવો. ગેસ પર નોન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
|