મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ચટપટી ખીચડી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચટપટી ખીચડી
કલ્યાણી દેશમુખ

સામગ્રી - પ૦ ગ્રામ છોલે (કાબુલી ચણા), ૧પ૦ ગ્રામ ચોખા, એક ચમચો આદું-મરચાં ની પેસ્‍ટ, એક ચમચી ધાણા જીરૂ પાઉડર, અડધો ચમચી રાઈ, અડધો ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, વધાર માટે તેલ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સજાવટ માટે લીલાં ધાણાં, લીલુ કોપરૂ.

રીત - છોલે ચણાં ને પાંચ થી છ કલાક પહેલાં પલાળી મૂકો, ચોખાં ને અડધો કલાક પહેલા પલાળી મૂકો,
પલાળેલા ચણાને બાફી લો. હવે વધાર માટે બે ચમચી તેલ કઢાઈમાં નાખો, તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને આદું-મરચાંની પેસ્‍ટ નાખી થોડી વાર સાંતળી લો, ત્‍યા બાદ તેમાં મીઠું, હળદર અને પલાળેલા ચોખા અને બાફેલા ચણા નાખી કૂકરમાં એક સીટિ વગાડી લો. છીણેલુ કોપરૂ અને સમારેલાં ધાણાંથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
પુડલા
લીલા ધાણા મરચાં ની ચટણી
સેવ ટામેટા ની ચટણી
માલવી કઢી
લસણીયા બટેકા