મુખ પૃષ્ઠ  વિવિધ  વ્યંજન  શાકાહારી
 
માલવી દાળ-બાફલા
શ્રીમતી કલ્યાણી દેશમુખ

સામગ્રી - દાળ બનાવવા માટે-200 ગ્રામ તુવેરની દાળ, હીંગ એક ચણા જેટલી, હળદર, લસણ-મરચાં-આદુંનું પેસ્ટ, ચાર-પાંચ લવિંગ,મરી.
લાલ મરચું એક ચમચી, મીઠુ સ્વાદ પ્રમાણે, અને વઘાર માટે રાઈ,જીરું અને તમાલપત્ર લીલાધાણા, તેલ.

બાફલા બનાવવા માટે - ઘઉંનો કકરો લોટ 250 ગ્રામ, મકાઈનો લોટ 50 ગ્રામ, રવો-200 ગ્રામ, મીઠું, હળદર, અજમો અને મોણ માટે ઘી કે તેલ. 250 ગ્રામ ઘી બાફલા તળવા માટે.

રીત - બંને લોટ અને રવાને ભેગા કરી તેમાં મીઠું,હળદર, અજમો અને ઘી કે તેલનું મોણ નાખીને સારી રીતે મસળો. આ લોટને એકાદ કલાક માટે રહેવા દો પછી તેનો મધ્યમ લોટ બાંધો. આ લોટના લાડવા વાળી તેને થોડા દબાવી દો. એક મોટી તપેલીમાં પાણી ઉકાળવા મૂકો, પાણી ઉકળે કે તેમાં લાડુઓને નાખી દો. 10-15 મિનિટ ઉકળે કે તેને ઉતારી લો

હવે તુવેરની દાળમાં હીંગ અને હળદર અને પાણી નાખી તેને બફાવાં મૂકે દો. દાળ બફાઈ જાય કે તેમાં બાફલા ઉકાળેલું પાણી નાખો, તમે જેટલી પાતળી દાળ બનાવવાં માંગતા હોય તેટલું જ પાણી નાખવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવાં મૂકો, તેલ તપે કે તેમાં રાઈ,જીરુ, તમાલપત્ર, વાટેલાં આદું,મરચાં અને લસણનું પેસ્ટ અને લવિંગ-મરીનો ભૂકો નાંખો. હવે તેને સાંતળી લો, પછી તેમાં લાલ મરચું નાખી તરતજ દાળ નાખી દો. આ મસાલો બળવો ન જોઈએ. દાળને 5-10 મિનિટ ઉકળવા દો. અને સમારેલી કોથમીર ભભરાવી દો.

હવે બાફેલા બાફલાંને એક કપડાંથી કોરા કરી તેને ઓવનમાં કે રાખમાં શેકવા મૂકી દો, થોડી થોડી વારે પલટતા રહો. બાફલાં ફૂલીને બદામી રંગના થાય કે સમજો શેકાઈ ગયા છે. હવે આ બાફલાંને થોડા ફોડીને ગરમ ઘીમાં હલકાં તળી લો અથવા તો ઘીમાં બોળીને તેની ઉપર ગરમાં ગરમ દાળ નાખીને સર્વ કરો.
ઘણું બધુ
મકાઈનો હલવો.
મકાઈના ભજીયા
લાલ મરચાનું અથાણું
લીંબુનુ ખાટું મીઠું અથાણું
કેરીનુ અથાણું
ગુજરાતી ઢોકળા