મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > ખમણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખમણ

N.D
સામગ્રી - (એક થાળી માટે) 1/2 વાટકી ચણાની દાળ. 1 વાડલી બેસન, 20 ગ્રામ લીલાં મરચા, 5-6 કળી લસણ, 1 આદુનો ટુકડો નાનો. 1 ચમચી ખાંડ, ચપટી હળદર, 1 ચમચી દહીં, 1/2 કપ તેલ, રાઈ એક ચમચી, 1/4 ચમચી સોડાબાઈકાર્બ, 1/2 ચમચી લીંબૂના ફૂલ.

વિધિ - ચણાની દાળને પાણીમાં બે કલાક સુધી પલાળી રાખો, પછી વાટી લો. વાટેલી દાળમાં 1 વાડકી ચણાનો લોટ ભેળવી થોડું પાતળુ મિશ્રણ તૈયાર કરો. 10 મરચા, આદુ-લસણનુ પેસ્ટ બનાવી મિશ્રણમાં ભેળવી હલાવી લો. ખાંડ, મીઠુ, હળદર, 1 ચમચી તેલ, અને દહીંને પણ આ મિશ્રણમાં ભેળવી લો. હવે આને 4-5 કલાક સુધી રહેવા દો.(તમે ઈચ્છો તો તરત પણ બનાવી શકો છો.)બનાવતી સમયે તેમાં સોડા અને લીંબૂના ફૂલ નાખી સારી રીતે હલાવો.

એક તપેલીમાં બે-ત્રણ ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર મૂકી દો, તેમાં એક ચારણી મૂકી દો. હવે એક થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને રેડી આ થાળી ચારણી પર મૂકી દો અને તેને ઉપરથી ઢાંકી દો.

15 મિનિટ પછી ગેસ બંધ કરી થાળી કાઢી લો. થોડું ઠંડુ થયા પછી તેને ત્રિકોણાકારમાં કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બાકીના મરચા સમારીને નાંખો. એક ચમચી રાઈ અને અડધો કપ પાણી નાખી આ વધારને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર નાખી લીલાં ધાણાની ચટણી સાથે પરોસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
મિક્સ વેજીટેબલ ખિચડી
ભરેલાં ભીંડાં
માલવી દાળ-બાફલા
મકાઈનો હલવો.
મકાઈના ભજીયા
લાલ મરચાનું અથાણું