મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > મકાઈના પુડલાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મકાઈના પુડલાં

N.D
સામગ્રી - 1 કપ મગની દાળ, 1 ક્પ મકાઈના વાટેલા દાણાં, 1 ચમચી જીરું, ચપટીભર હીંગ, 2-3 લીલાં મરચા, એક સમારેલી ડુંગરી, સમારેલા ધાણા બે ચમચી, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, તેલ 1 વાડકી, મીઠું સ્વાદમુજબ.

વિધિ - મગની દાળને સાફ કરી ધોઈ બે કલાક માટે પલાળી દો. હવે આ દાળને જીરું અને લીલાં મરચાં સાથે વાટી લો. મીઠુ નાખી સારી રીતે મિક્સ કરો. વાટેલા મકાઈના દાણાંમાં ડુંગરી, ટામેટાં અને લીલાં ધાણાં ભેળવી થોડું મીઠુ, મરચું નાખી એક બાજુ મૂકી દો.

હવે એક તવ પર તેલ ગરમ કરો. એક વાડકીમાં મગની દાળનું મિશ્રણ તેને તવા પર ફેલાવી દો. 1/2 મિનિટ સુધી સેક્યા પછી તેની પર બે ચમચી મકાઈનુ પેસ્ટ નાખી દો.

આ પૂડલાંના કિનારાઓ પર થોડુ તેલ નાખી સેકો અને બીજી તરફ પલટાવી દો અને ધીમી આંચ પર સેકો. બંને બાજુથી કુરકુર શેકાય જાય કે ઉતારી લો. લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ખમણ
મિક્સ વેજીટેબલ ખિચડી
ભરેલાં ભીંડાં
માલવી દાળ-બાફલા
મકાઈનો હલવો.
મકાઈના ભજીયા