મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > વેજીટેબલ ચેવડો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વેજીટેબલ ચેવડો

સામગ્રી - 3 બટાટા, 3 રીંગણા, 150 ગ્રામ ગવાર, 150 ગ્રામ ભીંડાં, 100 ગ્રામ દૂધી, 2 નાની ચમચી મરચું, 1 ચમચી દળેલી ખાંડ, અડધી ચમચી આમાચૂર પાવડર, અંદાજથી મીઠું, 1/4 ચમચી તલ, તળવા માટે તેલ, સજાવવા માટે 1 ચમચી કોપરું છીણેલું, 10-12 કાજુ ધી માં તળેલા, 8-10 દ્રાક્ષ.

રીત - સૌ પ્રથમ દરેક શાકભાજી ને છીણીને તેમાં હળદર ફેળવી થોડીવાર રહેવા દો. હવે ઉકળતાં પાણીમાં આ મિશ્રણને નાખી 2 મિનિટ પછી બહાર કાઢી લો. હવે ઉકળતી શાકભાજીઓને તડકાંમાં સુકાવવા દો.

સારી રીતે સૂકાયા પછી તેલમાં બદામી રંગના તળી લો. અને ઉપર લખેલો મસાલો ભેળવીને એરટાઈટ ડબ્બામાં ભરી લો. હવે તૈયાર છે, હંમેશા તમે ખાવ છો તેનાથી અલગ પૌષ્ટિક ચેવડો. તમે પણ ખાવ અને બીજાને પણ ખવડાવો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
મકાઈના પુડલાં
ખમણ
મિક્સ વેજીટેબલ ખિચડી
મકાઈનો હલવો.
મકાઈના ભજીયા
લાલ મરચાનું અથાણું