સામગ્રી - 2 ચમચી રાજગરાનો લોટ, સીંગદાણા 100 ગ્રામ, 6 નંગ કાચાં કેળા, જીરું 1 ચમચી, ખાંડ 1 ચમચી, મરી 5-7 નંગ વાટેલી, લીલાં મરચા 4-5 ઝીણા સમારેલા, લીલા ધાણા, મોટી ચમચી ઘી, લીંબું, ફરાળી મીઠું જરૂર મુજબ.રીત- સૌ પહેલાં સીંગદાણાને સેકી કકરાં વાટી લો. કાચા કેળાને થોડા ઉકાળી, છોલીને ચૂરી લો, હવે એક કઢાઈમાં અડધી ચમચી ઘી લઈને જીરું તળી લો પછી તેમાં લીલા મરચા અને ચૂરેલા કેળા નાખી દો.થોડીવાર સુધી બફાવા દો. હવે તેમાં વાટેલા સીંગદાણા અને ઉપરની બધી સામગ્રી નાખીને ધીમાં ગેસ પર બફાવા દો. લો તૈયાર છે કાચા કેળામાંથી બનાવેલી ફરાળી ખીચડી. પીરસતી વખતે તેમાં લીંબૂનો રસ અને સમારેલા ધાણાં નાખી દો. |