સામગ્રી - 1 કિલો પાકો કોળો, 50 ગ્રામ દળેલી ખાંડ, 50 ગ્રામ ઘી.વિધિ- કોળાને ધોઈને તેના છાલટા કાઢી લો. હવે તેના એક ઈંચ પહોળી અને બે ઈંચ લાંબી વેફર્સ કાપી લો.એક તપેલીમાં પાણી ઉકાળો અને આ વેફર્સને 2 મિનિટ સુધી ઉકાળો. હવે તેનું પાણી નિતારી તેને સખત તડકામાં સૂકાવી લો. સારી રીતે સુકાય જાય ત્યારે તેને એક ડબ્બામાં ભરી લો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેને ઘી માં તળી લો. ઉપરથી દળેલી ખાંડ નાખી પરોસો. |