સામગ્રી - બે કપ ઘઉંનો લોટ, એક કપ સમારેલી કોબીજ, અડધો કપ પનીર, બે-ત્રણ લીલી ઝીણા સમારેલા મરચાં, મીઠું, ઘી (પરોઠા શેકવા માટે).
રીત - ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી પરોઠાનો લોટ બાંધી બાજુ પર રાખવો. સમારેલી કોબીજમાં મીઠું નાખી પ-૭ મિનિટ રાખ્યા બાદ કોબીજને દાબીને તેમાંથી પાણી કાઢી નાખી તેમા પનીર, કોથમીર, મરચાની કટકી અને મીઠું નાખી મિક્સ કરી પૂરણ બનાવો. લોટમાંથી થોડો લોટ લઇ તેની વચ્ચે કોબીજ-પનીરનું પૂરણ રાખી પરોઠા વણી લો. વણેલા પરોઠાને તવામાં ઘી સાથે શેકીને ગરમા-ગરમ પરોઠાને ઠંડા દહીં સાથે સર્વ કરો. |