સામગ્રી - એક વાડકી મગની દાળ વાટેલી, બે ચમચી છીણેલું ગાજર, બે ચમચી છીણેલી કોબીજ, બે ચપટી ચાટ મસાલો મીઠું સ્વાદ મુજબ, એક ચમચી તેલ સેકવા માટે.વિધી - દળેલી મગની દાળમાં પાણી નાખી જાડું ખીરું બનાવી લો. હવે તેમાં બધી શાકભાજીઓ અને મસાલા નાખીને ભેળવી લો. હવે એક નોનસ્ટિક તવા પર ત્રણ-ચાર ટીપાં તેલ નાખી ફેલાવી દો. તવો તપી ગયા પછી પાતળા ભીનાં મલમલના કપડાં વડે લૂછી નાખો. (આવું કરવાથી ચીલા ચોંટશે નહી અને તેલ પણ વધુ નહી લાગે)હવે ખીરાંને તવા પર પાથરો. અને સામાન્ય ચીલાની જેમ જ ઓછામાં ઓછા તેલમાં સેકી લો. તૈયાર છે તમારાં સ્વાદિષ્ટ. તંદુરસ્ત અને લો ફેટવાળા ચીલા, જેણે લીલી ચટણી જોડે સર્વ કરો. |