મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > શાહી ભરમા ફ્રાઇડ ઇડલી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાહી ભરમા ફ્રાઇડ ઇડલી
NDN.D
સામગ્રી - ચોખા- 2 વાટકી, અડદની દાળ- 1 વાટકી અથવા ઇડલી મિક્સ, બટાકા (બાફેલા) 4 નંગ, ડુંગળી- 1 (ઝીણી કાપેલી), લીલા મરચા- 2 કે 3 નંગ, તેલ, લીમડાના પાન, કાજુ, સુકી દ્રાક્ષ, મોટી વરીયાળી, રાઇ, જીરૂ (સ્વાદાનુસાર), હળદર, મીઠું, લાલ મરચું (સ્વાદ અનુસાર).

રીત: ઇડલી બનાવવાના ચોખા અને દાળ આખી રાત પાણીમાં પલાળી રાખો. બંન્નેને પીસીને આથો આવે ત્યાર સુધી રાખો (ઓછામાં ઓછા 7 થી 8 કલાક). અથવા ઝલદી બનાવવા માટે ઇડલીનું મિશ્રણ પણ તમે લાવી શકો છો.

ભરાવન બનાવવાની રીત: કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરૂ અને લીલા મરચા નાંખો. ત્યાર બાદ ડુંગળી નાંખીને તેને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. સ્વાદ માટે મીઠા લીમડાના પાન નાંખો. હવે બાફેલા બટાકાને મસળીને તેમાં નાંખો. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, હળદર, લાલ મરચું, વરીયાળી નાંખો. છેલ્લે કાજુના ટુકડા અને સુકી દ્રાક્ષ નાંખો. હવે આના નાના નાના લુઆ બનાવો.

હવે ઇડલીના વાસણમાં તેલ લગાવીને ઇડલીનું મિશ્રણ નાંખો ત્યાર બાદ તેમાં લુઆ મુકો, ત્યાર બાદ તેમાં ઉપરથી ઇડલીનું મિશ્રણ નાંખો. ત્યાર બાદ કુકરમાં સીટી વગાડ્યા વિના 10 થી 15 મિનિટ સુધી ચડવા દો. (આના માટે તમે માઇક્રોવેવનો ઉપયોગ પણ કરી શકો છો.)

ઇડલી તૈયાર થઈ જાય પછી તેને ઠંડી કરી લો. હવે તેને તેલમાં તળી લો. અને ત્યાર બાદ તેને સોસ અને લીલી ચટણી સાથે ખાવ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
મગની દાળના ચિલા
કોબીજ-પનીરના ના પરોઠા
ગાજર-કોબિજ મન્ચુરિયન
લસણીયા બટેકા
બટેકાના સેન્‍ડવિચ ભજીયા
કોળાની વેફર્સ