મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી > શાહી દહીવડાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાહી દહીવડાં
NDN.D

સામગ્રી : 500 ગ્રામ બાફેલા બટાકા, 100 ગ્રામ પનીર, 500 ગ્રામ મેંદો, અડધી ચમચી મીઠું, ભરવા માટે 50 ગ્રામ ટોપરાની છીણ, 25 ગ્રામ મગફળીના દાણા (ખાંડેલા), બે-ત્રણ લીલાં મરચાં ઝીણાં કાપેલા, અડધી ચમચી વરીયાળી, અડધી ચમચી લાલ મરચું.

ચટણી માટે: 25 ગ્રામ ગોળ, 25 ગ્રામ આમલી, થોડુક આદુ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી જીરૂ, અડધી ચમચી મીઠું, એક નાની ચમચી ચોખ્ખુ ઘી.

રીત: મેંદો, મીઠું, બટાકા અને પનીરને સારી રીતે મસળીને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટના નાના નાના લુઆ બનાવી લો, આ લુઆમાં ભરવા માટે તૈયાર કરેલ મિશ્રણ ભરી લો. કડાઇમાં તેલ ગરમ કરીને ધીરે ધીરે આ લુઆઓને નાંખો તેમજ તેને હલકાં ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.

ચટણીની રીત: ગોળ અને આમલીને પાણીમાં ઓગાળી દો તેમજ તેને અડધા કલાક સુધી સારી રીતે ગળવા દો અને ત્યાર બાદ તેને સારી રીતે મસળીને ગળી લો. કડાઇમાં ઘી ગરમ કરીને જીરાનો અને હીંગનો વઘાર કરો. હલ્કા ભુરા રંગનો થાય એટલે આમલી અને ગોળનું પાણી નાંખી દો. ત્યાર બાદ તેમાં મીઠું અને લાલ મરચું પણ નાંખી દો. તેને થોડીક વાર સુધી ઉકળવા દો. તેમાં સુકી દ્રાક્ષ નાંખીને ઉકળવા દો. દહીનું પાણી નિતારીને નાંખીને તેને સારી રીતે ફીણી લો.

મેંદો, બટાકા અને પનીરના તળેલા લુઆ 3 થી 4 લઈને તેને પ્લેટમાં મુકો અને ત્યાર બાદ તેની ઉપર આમલીની ચટણી અને દહી વારાફરતી નાંખો અને પીસેલ લાલ મરચું અને મીઠું પોતાની ઇચ્છા મુજબ ભભરાવો. આની ઉપર લાલ મરચું અને ધાણાના થોડાક પાન નાંખો. લો તૈયાર થઈ ગયાં શાહી દહીવડાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
શાહી ભરમા ફ્રાઇડ ઇડલી
મગની દાળના ચિલા
કોબીજ-પનીરના ના પરોઠા
ગાજર-કોબિજ મન્ચુરિયન
લસણીયા બટેકા
બટેકાના સેન્‍ડવિચ ભજીયા