સામગ્રી : ડુંગળી, ગાજર, લાલ, પીળા અને લીલાં શીમલા મરચા, અમેરીકન કોર્ન, લીલાં મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, પાવભાજીનો મસાલો, લીલાં ધાણાં, મીઠું સ્વાદ અનુસાર. હાર્ટ બનાવવાની સામગ્રી : મેંદો એક વાટકી, કોર્ન ફ્લોર એક ચમચી, જીરૂ, અજમો, મીઠું સ્વાદાનુસાર, મોયણ માતે તેલ. રીત : સૌ પહેલા કડાઈમાં તેલ નાંખો અને તેલ ગરમ થાય એટલે તેમાં લાંબી કાપેલી ડુંગળી નાંખો અને તે સોનેરી રંગની થયા ત્યાં સુધી તેને સાંતળો. ત્યરા બાદ તેમાં થોડાક લાલ, લીલા અને પીળા શીમલા મરચાં નાંખો અને તેને થોડીક વાર સુધી ચડવા દો, ત્યાર બાદ તેમાં ગાજર નાંખીને થોડીક વાર સુધી ચડવા દો. ત્યાર બાદ તેમાં મીઠું નાંખો અને પાવભાજીનો મસાલો નાંખીને મિશ્રણને ઠંડુ થવા માટે મુકી દો. ત્યાર બાદ તેની ઉપર લીલા ધાણા નાંખો. હાર્ટ બનાવવાની રીત : મેંદાની અંદર મીઠું, અજમો, જીરૂ નાંખો અને એક ચમચી કોર્નફ્લોર નાંખીને મોયણ મિક્સ કરો. ત્યાર બાદ પાણી નાંખીને થોડોક કઠણ લોટ બાંધી લો અને તેને અડધા કલાક સુધી રહેવા દો. હવે આ બાંધેલા લોટની રોટલી બનાવી લો અને તેને વચ્ચેથી ચપ્પા વડે કાપી લો. આ રોટલીમાં ઉપરોક્ત મિશ્રણ ભરીને હાર્ટ શેપ બનાવો અને ડીપ ફ્રાય કરો. આને ગરમાગરમ શેજવાન સોસની સાથે પીરસો. |