સામગ્રી - પૌંઆ એક કપ, બેસન 2 ચમચી, સમારેલા મરચાં 2-3, ઝીણી સમારેલી કોથમીર બે ચમચી, ઝીણી સમારેલી ડુંગરી એક કપ, જીરું એક ચમચી, હળદર 1 ચમચી, તળવાં માટે તેલ, મીઠું, ખાંડ, લીંબુનો રસ સ્વાદમુજબ. વિધિ - પૌંઆને ધોઈને પાની નિતારી 10 મિનિટ રહેવા દો. પછી, તેને મસળીને તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી નાખી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણના ગોલ ચપટી પેટીસ બનાવી તેને તવા પર તેલ લગાવી સેકી લો. હવે આ પેટીસને આંબલીની ચટણી કે ટાંમેટાના સોસ સાથે પરોસો. |