સામગ્રી - 100 ગ્રામ મોરિયો, 2 બટાકા, રાજગરાનો લોટ 100 ગ્રામ,શિંગોડનો લોટ 100 ગ્રામ, 200 ગ્રામ તેલ, કાળા મરી, લવિંગ, લાલ મરચું , જીરૂ બધી વસ્તુ એક એક ચમચી વાટેલી, લીલાં મરચાં 8-10, લીલાં ધાણા ઝીણાં સમારેલા, મીઠુ સ્વાદ પ્રમાણે.વિધિ - મોરિયાને સાફ કરીને 2 કલાક માટે પલાળી મુકો, પછી મિક્સરમાં બારીક વાટી લો. બટાકાને બાફીને છોલી લો. અને તેને મસળી નાખો. એક કઢાઈમાં 50 ગ્રામ તેલ નાખીને ગરમ કરો. જીરું અને લીલા મરચાને નાખી તતડવા દો. હવે મોરિયાનો પેસ્ટ નાખી ઘીમા ગેસ પર સેકો. સુગંધ આવવા માંડે ત્યારે બટાકાનું પેસ્ટ અને બધી સામગ્રી નાખી દો. થોડીવાર વધુ સેકો, ઉતારીને સમારેલા ધાણા નાખી દો. ઠંડુ થાય ત્યારે મોટા આકારના ગોટા બનાવી લો. હવે રાજગરાના અને શિંગોડાના લોટમાં થોડુ મીઠુ અને એક નાની ચમચી તેલ નાખીને પૂરીનો લોટ બાંધી લો, નાની નાની લોઈ બનાવી તેની પૂરી વણો, દરેક પૂરીમાં મિશ્રણના ગોટાને મુકી કચોરીનો આકાર આપો. હવે તેલ ગરમ કરી ધીમા ગેસ પર કચોરીઓને તળી લો, તમારી કુરકુરી કચોરી તૈયાર છે. ગરમા ગરમ કચોરી સોસ કે ચટણી સાથે પરોસો. |