સામગ્રી - 250 ગ્રામ ચોખા, એક કિલો દહીંમ એક કિલો ઝીણા વટાણા, જીરુ, તજ, કાળા મરી, નાની ઈલાયચી, કેસર, તમાલ પત્ર, લવિંગ, હીંગ, કાજૂ અથવા બદામ, ચણાના લોટનું પાતળુ ખીરું.વિધિ - જીરુ, કાળા મરી, તજ અને બદામને વાટી લો. દહીંમાં ચણાના લોટનું પાણી નાખી મીઠુ, હળદર, ઘી, કેસર નાખીને ઉકાળો. જ્યા સુધી ઉકળે નહી ત્યાં સુધી હલાવતા રહો. ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. વટાણામાં હીંગ, જીરાનો વધાર કરી તેને બાફી લો. ચોખાને થોડીક કસર રાખીને બાફી લો. હવે ત્રણેને મિક્સ કરી - દહીંનું મિશ્રણ, બાફેલા વટાણા, અને ચોખા. એક મોટા વાસણમાં ઘી નાખી તેમાં લવિંગ, તમાલપત્ર, હીંગ, ઈલાયચી, જીરૂ, અને થોડુ લાલ મરચું નાખીને વધાર આપો, લો તૈયાર છે સ્વાદિષ્ટ ખીચડી. |