સામગ્રી - લીલી-પીળી-લાલ શિમલા મરચા ચાર, પનીર 50 ગ્રામ, મટર, ફ્રેંચ બીંસ, ગાજર, સ્વીટ કોર્ન - આ બધુ મળીને એક વાડકી, બે મોટી ચમચી બટર, બે ક્યુબ ચીજ, સ્વાદમુજબ મીઠુ, ગુલાબી કાગળ, સજાવવા માટે કોથમીર.વિધિ - ચારેય શિમલા મરચાને વચ્ચેથી કાપી લો. પછી તેના પર આછુ માખણ લગાવી માઈક્રોવેવમાં ધીમી સ્પીડ પર શેકી લો. પછી છીણેલા પનીરમાં બધી શાકભાજી ઝીણી સમારીને ભેળવી લો. તમારા સ્વાદ મુજબ મીઠુ અને પિંક પીપર નાખ્યા પછી બધી સામગ્રીને મિક્સ કરી લો. હવે આને શિમલા મરચામાં ભરી લો. ઉપરથી ચીઝ કયૂબ છીણીને નાખી દો. હવે આને મધ્યમ આંચ પર માઈક્રોવેવમાં થવા દો જ્યારે ઉપરનું ચીઝ મેલ્ટ થઈ જાય ત્યારે કાઢીને ગરમા ગરમ પરોસો . |