સામગ્રી - 2-3 પાકા કેળા મેશ કરો, મેદો 1 વાડકી, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી વેનીલા એસેંસ, અડધી વાડકી માખણ, 1 કપ દૂધ, 1 કપ સોડા વોટર, 1 ચમચી દળેલી ખાંડ. વિધિ - કેળાને છોલીને સારી રીતે મેશ કરી લો. મેંદા અને બેકિગ પાવડરને ચાળી લો તેમા મેશ કરેલા કેળા ભેળવો. દૂધ નાખીને ખીરું બનાવો. સોડા વોટરમાં માખણ અને ખાંડ નાખીને સારી રીતે ફેંટી લો. કેકના ડબ્બામાં નાખેને 15 મિનિટ બેક કરો. ઠંડુ થયા પછી આઈસિંગ કરો અને સર્વ કરો સ્વાદિષ્ટ કેક. |