મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > શાકાહારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોર્ન ભુરજી  Search similar articles

N.D
સામગ્રી - મકાઈ 3 તાજી, લસણ 4-5 કળી, આદુનુ પેસ્ટ એક ચમચી, લીલા મરચાં 3, ડુંગળી 2, જીરો અડધી ચમચી, મીઠુ સ્વાદમુજબ અને ગરમ મસાલો, લીંબૂ, ઝીણા સમારેલા ધાણા, તેલ.

વિધિ - મકાઈને છીણી લો. એક ફ્રાઈંગપેનમાં એક ચમચી તેલ ગરમ કરીને જીરુ નાખો અને ડુંગળીની સાથે શેકો. થોડુ શેકાઈ ગયા પછી ઝીણુ સમારેલુ લસણ અને આદુ નાખી દો.

તેલ છોડવા લાગે તો મકાઈનુ છીણ, મીઠુ, સમારેલા મરચા, થોડુ દૂધ નાખીને હલાવો. મિશ્રણ જ્યારે કડાહી છોડવા લાગે તો ગરમ મસાલો નાખીને ઉતારી લો.

સમારેલા ધાણા અને લીંબુનો રસ નાખીને ગરમા ગરમ જ સર્વ કરો. વરસાદનો ઝટપટ નાશ્તો તૈયાર છે.
ઘણું બધુ
મસાલા મશરૂમી રાઈસ
એનચિલડાસ
ગ્રીન અંગૂરી શેક
વેજ બર્ગર
પોષ્ટિક પનીરી રોલ
દાળ કચોરી