અનાનસની ચટણી સામગ્રી - 2 કપ છીણેલુ અનાનસ, 1 નાની ચમચી સરસિયુ, 4 મોટી ચમચી ખાંડ, 1 ચમચી કિશમિશ, 1 ચમચી ચાટ મસાલો, 1 સૂકુ લાલ મરચું, 1 ચમચી રિફાઈંડ તેલ, 1/4 ચમચી મીઠુ.
વિધિ : ફ્રાઈંગપેનમાં તેલ ગરમ કરો અને સૂકા મરચાના 2 ટુકડાં કરી તેમાં નાખો. થોડા તતડાય કે તેમાં સરસિયાની દાળ નાખો અને અનાનસ નાખો. ખાંડ અને મીઠું નાખીને 15 મિનિટ સુધી બફાવો દો. ઠંડી થયા પછી ચાટ મસાલો નાખીને સેંડવિચ અને પરાંઠાની સાથે સર્વ કરો. બાળકોને આ વિશેષ રૂપે પસંદ પડશે.
પાકી કેરીની ચટણી
સામગ્રી - 400 ગ્રામ પાકી કેરી, 1 નાની ચમચી સફેદ મરી, 1 લીંબૂનો રસ, 50 મિલીલીટર દૂધ, મીઠુ સ્વાદ મુજબ.
વિધિ - કેરીને છોલીને તેના નાનાં-નાનાં ટુકડાઓ કરી લો. દૂધને છોડી બધી વસ્તુઓને મિક્સરમાં નાખી વાટી લો. વાટતી વખતે વચ્ચે-વચ્ચે દૂધ ભેળવતા રહો. તેને ફ્રિજમાં ઠંડી કરી લો અને જમતી વખતે ભોજન સાથે પરોસો. આ ચટણી ફ્રિજમાં ત્રણ દિવસ સુધી સારી રહે છે.
દહીં-નારિયળની ચટણી
સામગ્રી - 1 વાડકી તાજુ દહીં, અડધી વાડકી છીણેલું તાજુ નારિયળ, થોડા કઢી લીમડાંના પાન, 1 ચમચી સરસિયાની દાળ, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી તેલ અને મીઠુ સ્વાદ મુજબ.
વિધિ - નારિયળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નારિયળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.
|