શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

અંકુરિત મગની રોટલી

N.D
સામગ્રી - ઘઉંનો લોટ 300 ગ્રામ, ડુંગળી 100ગ્રામ, અંકિરીત મગ 250 ગ્રામ, લાલ મરચાનો પાવડર બે ચમચી, મીઠુ સ્વાદ મુજબ. લીલા મરચાં, લીલા ધાણા 50 ગ્રામ, ગરમ મસાલાનો પાવડર 1 ચમચી, આમચૂર પાવડર દોઢ ચમચી.

વિધિ : ઘઉંના લોટમાં મીઠુ ભેળવીને પાણી વડે ગૂંથો અને થોડો સમય માટે રાખી મૂકો. અંકુરિત મગને થોડી વરાળમાં બાફીને મસળી લો અને તેમાં ઉપરોક્ત બધા મસાલા ભેળવીને પૂરણ તૈયાર કરો.

લોટની નાની-નાની લોઈ બનાવી લો. હવે એક લોઈ લઈને તેમાં મિશ્રણ ભરીને તેનો પેંડો બનાવી લો અને તેની રોટલી વણી લો. તવો ગરમ કરી તવા પર રોટલી સેકો. એક તરફ સેકાય જાય કે તેલ લગાવીને બીજી તરફ પણ સેકો. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો.

હવે આ ગરમા ગરમ રોટલીને દહીં કે ચટણી સાથે પરોસો.