સામગ્રી - અંકુરિત મગ 200 ગ્રામ, અંકુરિત ચોળા, અંકુરિત અડદ 50 ગ્રામ, ચોખા 200 ગ્રામ (ચોખા 6-7 કલાક પાણીમાં પલાળેલા હોવા જોઈએ) તાજુ દહીં એક ગ્લાસ, લીલા મરચાં અને આદુના ટુકડાંનુ પેસ્ટ, બેકિંગ પાવડર એક ચમચી, હળદર 1/2 ચમચી અને મીઠું સ્વાદમુજબ. વિધિ - બધા અનાજોનું ઝીણું પેસ્ટ બનાવી બધી સામગ્રી નાખીને અડધો કલાક રહેવા દો. પછી તેમા બધી વસ્તુઓ જેવી કે લીલાં મરચા, આદુનુ પેસ્ટ, મીઠુ, હળદર નાખીને એક થાળીમાં પાથરીને વરાળમાં બાફી લો. જ્યારે મિશ્રણ બફાય જાય તો તેના પર બે ચમચા તેલમાં રાઈ તતડાવીને આ વધાર ખમણની થાળી પર પાથરી દો. હવે તેના ચોરસ ટુકડાં કરી લો. તેની પર ઝીણી સમારેલી કોથમીર અને લીલા કોપરાનું છીણ ભભરાવો. આ ખમણ લીલી ચટણી સાથે પરોસો. આ પૌષ્ટિક ખમણ બાળકોને ખૂબ ભાવશે. |