સામગ્રી - મકાઈનો લોટ 1 કિલો, લીંબૂના ફૂલ એક ચમચી, વાટેલુ લાલ મરચું, જીરુ-હિંગ, મીઠુ અંદાજે, એક મોટી ચમચી તેલ. બનાવવાની રીત - દોઢ લીટર પાણી ઉકાળો. ઉકળતા પાણીમાં થોડો થોડો લોટ નાખતા જાવ અને ઘટ્ટ કરતા જાવ. સમગ્ર લોટ નાખ્યા પછી સારી રીતે હલાવી લો. ગેસ ધીમો કરીને ઢાંકી દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે મિશ્રણ વાસણમાંથી છુટુ પડવા માંડે કે થાળીમાં કાઢીને તેલનો હાથ લગાવીને એકસાર કરી લો. તડકામાં પ્લાસ્ટીક પાથરીને ચાયણીને ઉંધી મૂકીને સેવ પાડો. સુકાયા પછી હવાબંધ ડબ્બામાં ભરીને મૂકી દો. જરૂર મુજબ ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ ચા સાથે આ સેવનો સ્વાદ માણો. |