સામગ્રી - વલોવેલુ દહીં 2 કપ, ઘરે બનાવેલુ પનીર 100 ગ્રામ, લાંબા કાપેલા ટામેટાની સ્લાઈડ અડધો કપ, થોડુ સરસો અને મીઠો લીમડો, મીઠુ સ્વાદ મુજબ. બનાવવાની રીત - પનીરના નાના નાના ક્યૂબ્સ કરીને કાપીને તેલમાં સોનેરી થતા સુધી તળીને કાઢી લો. બે ચમચી તેલમાં ટામેટા સેકી લો. તેમા મીઠુ અને પનીરના ટુકડા નાખીને હલાવો. દહીમાં નાખો. દહી પર સરસોની રાઈ અને મીઠા લીમડાનો વઘાર આપો. ઠંડુ અથવા ગરમા ગરમ સર્વ કરો. |