સામગ્રી - 1 વાડકી સાબૂદાણા, અડધી વાડકી સીંગદાણા, 2 બટાકા બાફેલા, લીલા મરચા, લીલા ધાણા, મીઠુ સ્વાદમુજબ, લાલમરચું, આખા ધાણા, અજમો, વરિયાળી, ગરમ મસાલો(અંદાજે) તળવા માટે તેલ બનાવવાની રીત - સાબૂદાણાને ચાર કલાક પહેલા પલાળી દો. મગફળીને પણ જુદી પલાળી કકરી વાટી લો. બાફેલા બટાકાને સાબૂદાણા અને મગફળીની સાથે સારી રીતે મિક્સ કરી લો અને બધા મસાલા ભેળવી દો. હવે મિશ્રણને ચોરસ ટુકડાનો આકાર આપો. ત્યારબાદ કડાહીમાં થોડુ તેલ ગરમ કરીને તળી લો. ગરમા ગરમ પેટિસને લીલા ધાણા અને ટામેટાથી સજાવીને સોસ કે આમલીની ચટણી સાથે પીરસો. |