સામગ્રી - 80 ગ્રામ સેકેલા ચણા, 400 ગ્રામ કાબુલી ચણા, 30 ગ્રામ સમારેલા ધાણા, 2 ચમચી તેલ, 50 ગ્રામ સમારેલા લીલા મરચાં, 20 ગ્રામ કાપેલા તાજા પાર્સલે, 50 ગ્રામ ડુંગળી, 80 ગ્રામ કાપેલો લસણ, સ્વાદમુજબ કાળા મરીનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ. બનાવવાની રીત - કાબુલી ચણા લગભગ 12 કલાક માટે પલાળી દો. પછી ચણાને થોડા બાફી લો. વધારાનુ પાણી કાઢી નાખો. પછી તેમા સેકેલા ચણા અને બીજી બધી સામગ્રી નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. થોડો-થોડો ભાગ લઈને નાના અને ચપટા આકારમાં ગોળા બનાવી તવા પર સેકી લો. હવે ગરમાં ગરમ સર્વ કરો. |